ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ! હારી ગયા તો પણ મળશે કરોડો રૂપિયા, જાણો કેટલી છે IPLની પ્રાઇઝ મની

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 હવે તેના સમાપન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે 28 મે એ એટલે કે આવતી કાલે રવિવાર ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રામવવામાં આવેલ આ ફાઈનલ મેચ બાદ ઈનામોનો વરસાદ થશે.

IPL ચેમ્પિયન બનનાર ટીમને 20 કરોડ રૂપિયા મળશે, જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને પણ 13 કરોડ રૂપિયા મળશે. જ્યારે ત્રીજા નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચોથા નંબરની લખનૌ સુપર જાયન્ટ્સને પણ મોટી રકમ મળવાની છે. આ ઉપરાંત અન્ય પુરસ્કારો પણ આપવામાં આવશે.

કઈ ટીમને મળશે કેટલા રૂપિયા?

•વિજેતા ટીમને મળશે રૂ. 20 કરોડ

• ઉપવિજેતા ટીમને મળશે રૂ. 13 કરોડ

• ત્રીજા સ્થાનની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને મળશે રૂ. 7 કરોડ

• ચોથા સ્થાનની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સને મળશે રૂ. 6.5 કરોડ

• ટૂર્નામેન્ટના ઉભરતા ખેલાડીને મળશે રૂ.20 લાખ

• સિઝનનો સુપર સ્ટ્રાઈકરને મળશે રૂ.15 લાખ

• ઓરેન્જ કેપ એટલે કે સૌથી વધુ રન બનાવનારને મળશે રૂ.15 લાખ

• પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનારને મળશે રૂ.15 લાખ

• મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન ખેલાડીને મળશે રૂ. 12 લાખ

• સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બનાવનાર ખેલાડીને મળશે 12 લાખ રૂપિયા

• ગેમ ચેન્જર ઓફ ધ સીઝનને મળશે 12 લાખ રૂપિયા

લીગ મેચો સમાપ્ત થયા પછી ચાર ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં જગ્યા બનાવી. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં પ્રવેશી શક્યા નથી.

IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી 

• શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) – 851 રન

• ફાફ ડુ પ્લેસિસ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 730 રન

• વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 639 રન

• ડેવોન કોનવે (ચેન્નઈ સુપર કિંગ્સ) – 625 રન

• યશા જયસ્વાલ (ચેન્નઈ સુપર કિંગ્સ) – 625 રન

IPL 2023માં સૌથી વધુ વિકેટો લેનાર ખેલાડી 

• મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) – 28 વિકેટ

• રશીદ ખાન (ગુજરાત ટાઇટન્સ) – 27 વિકેટ

• મોહિત શર્મા (ગુજરાત ટાઇટન્સ) – 24 વિકેટ

• પીયૂષ ચાવલા (મુંબઈ ઇન્ડિયન્સ) – 22 વિકેટો

• યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) – 21 વિકેટ

Leave a Comment