Asia Cup 2023, IND vs SL: એશિયા કપના સુપર-4 તબક્કામાં ટીમ ઈન્ડિયાની બીજી મેચ આજે શ્રીલંકા સાથે રમાશે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ રસપ્રદ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2:30 વાગે થશે.
ભારત – શ્રીલંકા વચ્ચે કેટલી ODI મેચ રમાઇ છે અને તેમાંથી કોણ વધુ જીત્યું છે
ભારત અને શ્રીલંકા મેચમાં જે પણ જીતશે તે ફાઇનલમાં પહોંચવાની નજીક હશે, તેથી જ આ મેચ બંને ટીમો માટે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. બંને ટીમો વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે ODI ફોર્મેટમાં કુલ 165 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 96 જ્યારે શ્રીલંકાએ 57માં જીત મેળવી છે.
એશિયા કપ ટુર્નામેન્ટ 2023ની 10મી મેચમાં ભારત અને શ્રીલંકા આમને સામને છે. એશિયા કપ અભિયાન પહેલા શ્રીલંકાને ઘણી ઈજાઓ થઈ હતી. વનિન્દુ હસરંગા, દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમાર જેવા મુખ્ય બોલરો છ ટીમોની ટુર્નામેન્ટ પહેલા બહાર થઈ ગયા હતા. તેમ છતાં છ વખતની ચેમ્પિયનોએ અત્યાર સુધીની સ્પર્ધામાં અજેય રહેવાનું સારું પ્રદર્શન કર્યું છે.
આ હાઈ-વોલ્ટેજ મેચમાં શ્રીલંકાના 20 વર્ષીય ફાસ્ટ બોલર મથિશા પથિરાનાના પ્રદર્શન પર બધાની નજર રહેશે. પથિરાનાએ બાંગ્લાદેશ સામેની તેની છેલ્લી મેચમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેની 9.1 ઓવરમાં 6.32ની ઇકોનોમીમાં માત્ર 58 રન આપ્યા હતા. પથિરાના તેના ખાતામાં વધુ વિકેટ લેવા આતુર હશે.
જ્યારે જમણા હાથના બેટ્સમેન શુભમન ગિલે શ્રીલંકા સામેની મેચ પહેલા પાકિસ્તાન સામે 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી નેપાળ સામે ધમાકેદાર બેટિંગ કરતા તેણે 67 રન બનાવ્યા અને ત્યાર બાદ સુપર-4 સ્ટેજમાં તેણે ફરી એકવાર પાકિસ્તાન સામે 58 રનની ઇનિંગ રમીને બોલરોને પરસેવો પાડી દીધો. આવી સ્થિતિમાં ફરી એકવાર ગિલ સમાન પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની અને લંકન સિંહો સામે મોટું પ્રદર્શન કરવાની આશા સાથે મેદાનમાં ઉતરશે.
ભારત – પાકિસ્તાનની મેચ કોણ જીત્યું
સોમવારે કોલંબોમાં એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવીને મોટી જીત નોંધાવી હતી. આ મેચમાં કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી જ્યારે બુમરાહ, શાર્દુલ અને હાર્દિકને 1-1 વિકેટ મળી હતી. જ્યારે વિરાટ કોહલી (122) અને કેએલ રાહુલ (111)એ અણનમ સદી ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલા રોહિતે 56 રન અને ગિલ 58 રનની મહત્વની ઇનિંગ રમ્યા હતા. ટીમ ઈન્ડિયા આ ફોર્મને ચાલુ રાખવા ઈચ્છશે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.
શ્રીલંકાના સંભવિત પ્લેઈંગ-11
પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ થેકશાના, માહિષ થેકશાના, માસુન રાજીહાના.
લાઈવ મેચ જેવા માટેની લીંક
IND Vs SL લાઈવ મેચ જોવા માટે | અહીં ક્લિક કરો |