Gujarati Suvichar: નમસ્કાર મિત્રો, આ વેબસાઈટ પર તમારા સૂચનનું સ્વાગત છે. આજના લેખમાં, અમે તમને 125+ સુવિચાર ગુજરાતી (Suvichar Gujarati) વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિને સારા વિચારો વાંચવા અને સાંભળવા ગમે છે.
જો દિવસની શરૂઆત અદ્ભુત વિચાર સાથે કરવામાં આવે તો આખો દિવસ ઘણો સારો લાગે છે. કારણ કે જો આપણે આપણા દિવસની શરૂઆત પ્રેરણાત્મક વિચારથી કરીએ છીએ તો આખો દિવસ તે જ વિચાર સાથે કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
સારા વિચારો આપણને દરરોજ સંભવિતતા સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. વિચારો બહુ ઓછા શબ્દોમાં બોલાય છે, પરંતુ આ શબ્દો ખૂબ જ સકારાત્મક છે અને તે આપણને પ્રોત્સાહિત પણ કરે છે.
તો આ લેખમાં અમે તમને 125+ દૈનિક સુવિચાર જણાવવા જઈ રહ્યા છીએ. સુવિચાર સાંભળવું અને વાંચવું ગમે તો. તો આજે અમે તમારા માટે દૈનિક સુવિચાર ગુજરાતી (Suvichar Gujarati) વિશે જણાવીએ છીએ.
Gujarati Suvichar
જીવનમાં ક્યારેય આશા ન ગુમાવો કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે આવતીકાલ શું લાવશે.
વિશ્વના સૌથી સુખી લોકો જીવે છે જેમને સમજાયું છે કે બીજા પાસેથી કંઈપણ અપેક્ષા રાખવી નિરર્થક છે.
કોઈ જાજા સમયે તમને પૂછે કે કેમ છે ? ત્યારે સમજવું કે કેમ છે નહીં કામ છે એટલે પૂછે છે. 🫸
માણસ પાસે બહુ રૂપિયો થઈ જાય એટલે માણસ “બહુરૂપીયો” થઈ જાય છે 🗿
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે 🌱
નમક જેવા બનવું કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં 🌺
માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેંચી નથી શકતો અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો ✔️
ભાગ્ય તમારા હાથમાં નથી પણ નિર્ણય તમારા હાથમાં છે ✋
પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં એ આગળ ઉભો રહી જાય છે, મોટોભાઈ હમેંશા આપણો પહેલો દોસ્ત હોય છે 👬
કોઈપણ કામ ત્યાં સુધી જ અસંભવ લાગે છે જ્યાં સુધી એ શરૂ કરવામાં ન આવે 🌝
રંગ બદલતા કપડાં અને રંગ બદલતા કપડાં દિલમાંથી ઉતરી જ જાય છે 🎈
કોઈપણ ભોગે એ વ્યક્તિને સાચવી લો જેણે તમને આ ત્રણ ભેટ આપી હોય, સાથ, સમય અને સમર્પણ ⛳
બનવું હોય તો કોઈની સમસ્યાનો ઉકેલ બનવું કારણ નહીં 🤗
હોંશીયાર બનવા કરતા સમજદાર બનવું, કારણ કે હોંશીયાર રસ્તા પરનાં કાંટાથી બચીને ચાલશે જ્યારે સમજદાર રસ્તા પરનાં કાંટા વીણી લેશે 🚶
જેનું પોતાના મન પર નિયંત્રણ નથી એનું બીજે ક્યાંય નિયંત્રણ નથી 🥵
નોટ એકઠી કરવાને બદલે સારા મિત્રો એકઠા કરવા, કારણ કે એ જુના હશે તો પણ કામ આવશે 😇
વાતાવરણમાં અનેક વાયુ હોવા છતાં ઓક્સિજન જ કામનો છે એમ મિત્રો ભલે ઘણા હોય પણ અંગત તો એક જ હોય 🤠
ભાઈબંધ એટલે એવી નોટ જેને તમે દુનિયાની કોઈપણ બજારમાં ચલાવી શકો 🙂
સમયની જ વાત છે, સારું ન હોય તો ધીરજ રાખો, સારું હોય તો ઉપકાર કરો.
પ્રગતિનો એક જ રસ્તો છે, ક્યારેય પાછળ વળીને ન જોવું.
મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી, આ બંનેનું કોઈ મહત્વ નથી.
Gujarati Suvichar Attitude
મહેનતનું ફળ અને સમસ્યાનો હલ ભલે મોડો મળે પણ મળે છે જરૂર 🌳
જો તમારે કોઈ મોઢે બોલનારા હોય તો નસીબદાર માનજો બાકી પીઠ પાછળ વાત કરનારાઓની લાઈનો છે 🌳
જો તમે નક્કી કરી જ લીધું હોય કે સફળતા મેળવવી જ છે તો તમને અડધી સફળતા મળી ચુકી છે 🌳
ખોટાઓને મનાવવા નહીં અને સાચાઓને છોડવા નહીં 🌳
સંબંધમાં ઠંડક રાખજો સાહેબ ગરમી તો વધ્યા કરે, એકલું અને એક-લૂ બહુ જ આકરા લાગશે 🌳
સુખના કોઈ ઇન્જેક્શન નથી અને દુઃખની કોઈ દવા નથી 🌳
માણસ એક દુકાન છે અને જીભ તેનું તાળું છે જ્યારે તાળું ખુલે ત્યારે ખબર પડે દુકાન સોનાની છે કે ભંગારની 🌳
મજામાં છું એમ તો આપણે કોઈને પણ કહી શકીએ પણ મુશ્કેલીમાં છું એ તો ફક્ત પોતનાને જ કહી શકાય 🌳
સાચું સુખ અને શાંતિ આપણા ઘરમાં જ છે બાકી બહારનાં લોકો તો બે ચાર મીઠી વાતો કરીને જતા રહેવાના 🌳
અનુભવ કહે છે લાકડીના ઘા કરતા લાગણીના ઘા વધુ લાગે છે 🌳
જીવનની બે જ વાસ્તવિક સંપત્તિ સમય અને શ્વાસ છે.
કોઈ ભલે ગમે તેટલું કહે, તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય, તે સમુદ્રને સૂકવી શકતો નથી.
સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી આગળ વધે છે, તેથી તમારી શક્તિ અથવા તમારી સંપત્તિને ક્યારેય નકારશો નહીં.
તમારો પ્રયાસ તમને સફળ બનાવે છે, તેથી ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરો.
Gujarati Suvichar Short
કોઈ સગો ન શીખવાડી શકે એ પાઠ દગો શીખવાડે છે 🌳
કર્મ એક એવી હોટલ છે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો ત્યાં એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યુ હોય 🌳
જીવનમાં શાંતિ મળે એ રસ્તે ચાલવું બાકી જરૂરિયાતો તો ક્યારેય પુરી થવાની જ નથી 🌳
હકીકત શોધવી પડે સાહેબ, બાકી અફવા તો ઘર બેઠા આવી જાય 🌳
પુસ્તકની સાથે સાથે માણસને પણ વાંચતા શીખવું કારણ કે પુસ્તક જ્ઞાન આપે છે અને માણસ અનુભવ 🌳
ટૂંકા સુવિચાર
ઘડિયાળ સરખી કરવાવાળા તો અનેક મળી જાય, પણ સમય તો ઉપરવાળો જ સરખો કરી શકે
સમજદાર માણસ પોતાની સમજદારીને કારણે ચૂપ થઈ જાય છે ત્યારે મૂર્ખ લોકો એવું સમજે છે કે તે એના ડરના કારણે ચૂપ છે
જેને ગુણની પરખ નથી તેવા વ્યક્તિની પ્રશંશાથી ડરવું, અને જેને ગુણની પરખ છે તેવા વ્યક્તિનાં મૌનથી ડરવું
રોટલી પણ વિચિત્ર ખોરાક છે, માણસ એને કમાવવા માટે પણ દોડે છે અને પચાવવા માટે પણ દોડે છે
કેમ છો ? પૂછવાથી કોઈનું સારું નથી થઈ જતું પણ, એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે.
માણસની સૌથી મોટી તકલીફ તરત, મફત અને સરસ બધું એકસાથે જ જોઈએ છે.
મૃત માણસને કાંધ આપવાના પુણ્ય કરતા જીવતા માણસને સહારો આપવાનું મૂલ્ય વધુ છે.
વિના કારણે સારા બનવું, કારણ કે જરૂર પડે ત્યારે સારા બનવાવાળાનો કોઈ તોટો નથી
પોતાની કહેવાતી ક્ષમતાઓનું અભિમાન ન કરો, મોરને એના પીંછાનો બોજો જ ઉડવા દેતો નથી.
સત્યને તમે પરેશાન કરી શકો છો પણ પરાજીત નહીં.
માણસને દગો માણસ નથી આપતો પણ એ અપેક્ષાઓ આપે જે તે માણસોથી રાખે છે.
જો સંબંધ થોડા રાખવા હોય તો મીઠા બનો અને સંબંધ લાંબો સમય રાખવો હોય તો સ્પષ્ટ બનો.
ભરોસો એક એવી વસ્તુ છે જેના તૂટવાથી કોઈ અવાજ નથી આવતો પરંતુ તેનો પડઘો આખી જીંદગી સંભળાય છે
જીંદગી મફતમાં મળે છે પણ એ જીવી જવી બહુ મોંઘી બાબત છે
સંબંધો સાચવવા હોય તો પહેલા જીભને સાચવવી પડે, નહીંતર લાખ રૂપિયાના સંબંધ પણ ક્ષણવારમાં તૂટી જાય છે
મન બગડે એવા વિચારો અને મૂડ બગડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું, તમે જેટલા સાચા હશો એટલા જ એકલા હશો, લોકોને સત્ય જાણવું છે પણ માનવું કોઈને નથી
કોઈપણ વસ્તુની કદર ત્યારે જ થાય જ્યારે તે પુરી થવા આવે, પછી ભલે તે સ્કૂલ, કોલેજ, સંબંધ કે જીંદગી હોય
નોકરી કરવી હશે તો અભ્યાસ કામ આવશે, પણ જો પોતાનો બિઝનેસ કરવો હશે તો અનુભવ જ કામ આવશે
કર્મ એવી હોટલ છે જ્યાં આપણે ઓર્ડર આપવાની જરૂર નથી, ત્યાં આપણને એ જ મળે છે જે આપણે રાંધ્યુ છે
કોઈના દિલને ઠેસ પહોંચાડી માફી માંગવી સરળ છે, પણ ઠેસ ખાઈને કોઈને માફ કરી દેવા મુશ્કેલ છે
એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, સુખમાં બધા મળે છે પણ દુઃખમાં ફક્ત ઉપરવાળો જ મળે છે
નમકની જેમ ખારી વાત કહેનાર જ સાચો દોસ્ત હોય છે જ્યારે મીઠી વાત કરનાર દગાબાજ હોય, કેમ કે ઇતિહાસ સાક્ષી છે નમકમાં ક્યારેય જીવાત નથી પડતી જ્યારે મીઠી વસ્તુ કીડા પડ્યા વગર નથી રહેતી
ઈમાનદારીથી કમાણી કરનારનાં શોખ ભલે પુરા ન થાય પણ ઊંઘ પુરી થાય છે
ચમચાગીરી કરનારથી સાવધ રહેવું, કેમ કે ચમચો જે વાસણમાં હોય તેને જ ખાલી કરી નાખે છે
નોકરી પણ વિચિત્ર છે, પોતાના ઘરે જવા માટે પણ બીજા પાસે રજા લેવી પડે
સફળતા સવાર જેવી હોય છે, માંગવા પર નહીં જાગવા પર મળે છે
ભલે ગમે તેટલું ભલાઈનું કામ કરી લો, પણ આ દુનિયામાં ભલાઈની ઉંમર ફક્ત આગળ ભૂલ થવા સુધીની જ હોય છે
પરિવાર સાથે હંમેશા જોડાયેલા રહેવું, કેમ કે માત્ર આ જ જગ્યા છે જ્યાં તમને તમારી નબળાઈઓ સાથે સ્વીકારવામાં આવે છે
પૈસા અને મજાક સમજી વિચારીને જ ઉડાડવા જોઈએ
જો કોઈની બહેન, દીકરીને આપણા કારણે રસ્તો બદલવાની ફરજ પડે તો, આપણા અને શેરીના કૂતરા વચ્ચે કોઈ ફરક નથી
ઘડિયાળ સરખી કરવાવાળા તો અનેક મળી જાય, પણ સમય તો ઉપરવાળો જ સરખો કરી શકે
સમજદાર માણસ પોતાની સમજદારીને કારણે ચૂપ થઈ જાય છે ત્યારે મૂર્ખ લોકો એવું સમજે છે કે તે એના ડરના કારણે ચૂપ છે
જેને ગુણની પરખ નથી તેવા વ્યક્તિની પ્રશંશાથી ડરવું, અને જેને ગુણની પરખ છે તેવા વ્યક્તિનાં મૌનથી ડરવું
રોટલી પણ વિચિત્ર ખોરાક છે, માણસ એને કમાવવા માટે પણ દોડે છે અને પચાવવા માટે પણ દોડે છે
કેમ છો ? પૂછવાથી કોઈનું સારું નથી થઈ જતું પણ, એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે.
માણસની સૌથી મોટી તકલીફ તરત, મફત અને સરસ બધું એકસાથે જ જોઈએ છે.
મૃત માણસને કાંધ આપવાના પુણ્ય કરતા જીવતા માણસને સહારો આપવાનું મૂલ્ય વધુ છે.
વિના કારણે સારા બનવું, કારણ કે જરૂર પડે ત્યારે સારા બનવાવાળાનો કોઈ તોટો નથી
પોતાની કહેવાતી ક્ષમતાઓનું અભિમાન ન કરો, મોરને એના પીંછાનો બોજો જ ઉડવા દેતો નથી.
સત્યને તમે પરેશાન કરી શકો છો પણ પરાજીત નહીં.
માણસને દગો માણસ નથી આપતો પણ એ અપેક્ષાઓ આપે જે તે માણસોથી રાખે છે.
જો સંબંધ થોડા રાખવા હોય તો મીઠા બનો અને સંબંધ લાંબો સમય રાખવો હોય તો સ્પષ્ટ બનો.
ભરોસો એક એવી વસ્તુ છે જેના તૂટવાથી કોઈ અવાજ નથી આવતો પરંતુ તેનો પડઘો આખી જીંદગી સંભળાય છે
જીંદગી મફતમાં મળે છે પણ એ જીવી જવી બહુ મોંઘી બાબત છે
સંબંધો સાચવવા હોય તો પહેલા જીભને સાચવવી પડે, નહીંતર લાખ રૂપિયાના સંબંધ પણ ક્ષણવારમાં તૂટી જાય છે
મન બગડે એવા વિચારો અને મૂડ બગડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું, તમે જેટલા સાચા હશો એટલા જ એકલા હશો, લોકોને સત્ય જાણવું છે પણ માનવું કોઈને નથી.
સમય સારો હોય કે ખરાબ વીતી જ જાય છે, પણ વાતો, વ્યક્તિ અને વ્યવહાર યાદ રહી જાય છે
મૃત્યુ બાદ કરવામાં આવેલા વખાણ અને દિલ દુભાવ્યા બાદ માંગવામાં આવેલી માફી, બન્નેનું કોઈ મહત્વ નથી
બધું જ આવડ્યું જીવનમાં, બસ જેવા સાથે તેવા થતા ન આવડ્યું
મિત્રો એવા ના રાખો જે પંખીની જેમ દાણા-પાણી ચણીને ઉડી જાય, મિત્રો એવા રાખો જે પાણી અને માછલીની જેમ હંમેશા એકબીજા સાથે સુખદુઃખમાં રહે
સોનાની પેન કદાચ વારસામાં મળી શકે પણ શું લખવું તેનું જ જ્ઞાન ન હોય તો બધું વ્યર્થ છે.
માણસ જિંદગીમાં ઘણું બધું ભૂલી શકે પરંતુ કોઈકે દગો આપ્યો હોય એ નથી ભૂલતો
રૂપ ભલે ગમે તેટલું સુંદર હોય તેનો પડછાયો તો કાળો જ હોય છે
જીવનમાં ક્યારેક એવા સંજોગો આવે છે કે જ્યારે આપણા આપણને સમજતા નથી અને જે સમજે એ આપણા નથી હોતા
જીવનમાં બીજું કંઈ આવડે કે ન આવડે પણ માણસ ઓળખતા તો આવડવું જ જોઈએ, કારણ કે માણસ જેવા દેખાય છે તેવા બિલકુલ હોતા નથી
ઉપરવાળો અમુક સંબંધ એટલા માટે બગડવા દે છે કે તમારું આખું જીવન ન બગડે
જીવનમાં ખરાબ સમય આવે ત્યારે યાદ રાખવું કે સમય ખરાબ છે જિંદગી નહીં
મૌન રહો અથવા એવી વાત કહો જે મૌનથી સારી હોય
મફતનું, હરામનું અને ચોરીનું ધન પહેલા મીઠું લાગે છે અને પાછળથી ઝેર બનીને ઓકાવે છે.
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ આપણી મૂડી
માણસ રોજ રંગ બદલીને જીવે છે અને હોળી આવે ત્યારે કહે છે, મને રંગથી એલર્જી છે.
બે વસ્તુ ગણવાનું છોડી દો તો જીવવું સરળ થઈ જશે, પોતાનું દુઃખ અને બીજાનું સુખ
સારો માણસ મતલબી નથી હોતો, પણ જ્યાં તેની કદર ન હોય ત્યાં ઉભો નથી રહેતો
તમે માનો કે ન માનો, પણ બાળપણ વાળો એ રવિવાર હવે થઈ આવતો
જતું કરવાવાળા અને જાતે કરવાવાળા લગભગ ક્યારેય દુઃખી થતા નથી
દુનિયા શું કહેશે ?
લોકો શું કહેશે ?
સમાજ શું કહેશે ?
બધા તેલ લેવા ગયા સાહેબ, તમે તમારી પરિસ્થિતિ મુજબ જીવતા શીખો
ક્યારેક જિંદગી એવા રસ્તા પર લાવીને રાખી દે છે જ્યાં જો બોલીએ તો સંબંધ તૂટે અને ન બોલીએ તો આપણે પોતે તૂટી જઈએ
ભૂલી જવાનું રાખો સાહેબ, કારણ કે એક દિવસ આ દુનિયા પણ તમારી સાથે એ જ કરશે
સંપત્તિ એટલે માત્ર પૈસા નહીં, પણ ઈજ્જત આપે એવા સંબંધીઓ, પીડા સમજે એવા પાડોશીઓ અને ચિંતા કરે એવા મિત્રો
સો શબ્દોની સલાહ માણસને જેટલું શીખવે છે તેના કરતાં સો ગણું વધારે એક ઠોકર શીખવે છે
આપણે કઈંક બનવું હોય તો પહેલા બીજાને બનાવવાનું બંધ કરવું પડે
મનમેળ હોય તો ટાઢા રોટલાની પણ પાર્ટી થાય, અને જો મનદુઃખ હોય તો પીઝ્ઝામાં પણ મજા ન આવે
જે ભૂલમાંથી આપણે કંઈ શીખતાં નથી એ જ આપણી સૌથી મોટી ભૂલ
વખાણ અને ચાપલુસીમાં ફરક છે સાહેબ, વખાણ માણસના કામનાં થાય છે અને ચાપલુસી કામનાં માણસની થાય છે
તમારી 100 વખતની “હા” સામે એક વખતની “ના” તમને દુનિયાની સૌથી ખરાબ વ્યક્તિ સાબિત કરી દે છે
જે તમને સન્માન આપે તેમને જ સન્માન આપો, હેસિયત જોઈને સન્માન આપવું કાયરતાનાં લક્ષણ છે
મિત્ર સાથે બેસવું સરળ છે પણ મિત્ર સાથે ઉભા રહેવું બહુ અઘરું છે.
કોઈ વગર કોઈનું કંઈ અટકતું નથી, એટલે કોઈએ ખોટા વહેમમાં ન રહેવું
મિત્રતા અને સંબંધ એ લોકો સાથે રાખો જેના માટે તમે “શું છો” એ નહી પણ “કેમ છો” એ મહત્વનું છે
પૈસાનું દેણું તો પૈસા આપીને ચૂકવાઈ જાય છે પણ આપણા માટે કોઈએ ખર્ચેલ સમય, જાત અને લાગણીનું વળતર પૈસા આપીને નથી ચૂકવી શકાતું.
અનુભવ જણાવે છે કે એક વફાદાર દોસ્ત, હજાર સંબંધીઓ કરતા વધુ સારો હોય છે
ગજબ છે, માણસ સુકુન મેળવવા ઈચ્છે છે પણ બીજાનું સુકુન બરબાદ કરીને
જીંદગીની હકીકત શું છે એ સમજાય ત્યાં સુધીમાં અડધી જીંદગી વીતી જાય છે
કોઈપણ પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ આવે તે પહેલાં થોડી મુસ્કુરાહટ આવી જાય તો પરિણામ બદલી જાય
ક્યારેક એક બાદબાકી જીંદગીના બધા સરવાળાઓને શૂન્યમાં બદલી નાખે છે
જેઓ સાચે જ વફાદાર હોય છે તેઓ વધુ ચર્ચા નથી કરતા
સંબંધ બાંધવો એ લોન લેવા જેટલો સરળ અને નિભાવવો એ હપ્તા ભરવા જેટલો અઘરો છે
ભૂલ, એટલે તમે પ્રયત્ન કર્યા છે તેની સાબિતી
મિત્રો, હારી જશો એ ચાલશે પણ હિંમત હારી જશો એ નહીં ચાલે
જીવનમાં અઘરું થવું સરળ છે પણ સરળ થવું બહુ અઘરું છે
એકબીજાને એકબીજાથી વધારે પ્રેમ આપવાની હરીફાઈ એટલે પ્રેમ
માણસ ભયંકરથી ભયંકર દુઃખ સહન કરી શકે પણ ગૃહ ક્લેશ એવું દુઃખ છે જે માણસને જીવતે જીવ મારી નાખે છે
માત્ર નજરથી જ નહીં, ઘમંડના કારણે પણ અનેક વસ્તુ દેખાતી નથી
માચીસનું એટલું જ કહેવું છે, આગ લગાવવા વાળાની કિંમત ઓછી જ હોય છે
લોહીમાં કેટલી ખાનદાની છે એ રિપોર્ટમાં ન આવે તે તો વર્તનથી જ ખબર પડે
આશા છોડી દો, નિરાશા પણ છૂટી જશે
જીવનમાં અમુક ઉંમર પછી તહેવારોની ઉજવણી ઓછી અને જવાબદારી વધુ થતી જાય છે
કામ વગર યાદ કરતા શીખો ક્યારેક કામ આવશે
મહોરા બની જવાય છે ક્યારેક અજાણ્યા ખેલના અને ક્યારેક જાણીતા માણસો ખેલ ખેલી જાય છે
સારું વિચારો, સારું બોલો અને સારું કરો, કારણ કે એ બધું હરીફરીને પરત આવે છે
જીવનમાં વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ વધુ શીખવે છે
સંબંધ માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા એ તો તમારું વર્તન જ કહી દે છે કે કોણ કેટલું કિંમતી છે
જે માણસમાં લાલચ નથી તેને કોઈપણ અને ક્યારેય પણ ગુલામ નથી બનાવી શકતું
જીવનમાં બધી જગ્યાએ પૈસા કામ નથી આવતા સાહેબ, ઘણી જગ્યાએ માણસનો સાથ પણ જરૂરી હોય છે
બુદ્ધિ બધા પાસે હોય છે પણ ચાલાકી કરવી કે ઈમાનદારી એ સંસ્કાર પર આધાર રાખે છે
પવન અને માણસમાં એક ગજબની સામ્યતા છે કે એ ક્યારે ફરી જાય ખબર જ ન પડે
જીવનમાં સુખી થવું હોય તો કોઈને સલાહ ન આપવી, બુદ્ધિશાળીને તેની જરૂર નથી અને ગાંડા તે માનવાનાં નથી
મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણેય સગા ભાઈઓ છે તથા ગરીબી એ ત્રણેય ભાઈની એકની એક બહેન છે, અને આ ચારેય સંતાનોની માતા આળસ છે
તમારો હક મેળવવા માટે શરમાવું નહીં કારણ કે શરમાળ લોકોનો ફાયદો ઉઠાવનારા લોકો કોઈની શરમ રાખતા નથી
જે માણસને તમારાથી સુખ આપવું હોય તેને અહીં જ આપી દેજો કારણ કે તાજમહેલ દુનિયાએ જોયો છે મુમતાઝે નહીં
માણસો, માણસોને “કેરી” ની જેમ વાપરતા થઈ ગયા, જ્યાં સુધી તમારામાં “રસ” હોય ત્યાં સુધી ઘોળ ઘોળ કરે, પતે એટલે સીધો ઘા
ભલું કરનારનું છેલ્લે ભલું જ થાય છે
જ્યાં વિશ્વાસ હોય ત્યાં વચનની જરૂર નથી હોતી
પાત્ર તો ઠેર ઠેર મળી જાય પણ વિશ્વાસપાત્ર તો નસીબદારને જ મળે
અભિમાન એટલે સુંદર સંબંધોને મારવાનું હથિયાર
મિત્રતા મધ જેવી હોય છે જેટલી જૂની થાય એટલી મીઠાશ વધે
જેઓ જોખમ લેવાનું જાણે છે, તેઓ સફળતાના માર્ગમાં સૌથી આગળ હોય છે.
જો તમે દરેક પરિસ્થિતિમાં ખુશ છો તો તમે દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ છો.
કોઈનું અપમાન કરતા પહેલા વિચારો કે તમે તમારું માન ગુમાવી રહ્યા છો.
જે વ્યક્તિ સારું કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામ જ તેને સન્માનને પાત્ર બનાવે છે.
તમારા વલણમાં સાચા રહો, દુનિયાનો વિચાર ન કરો, કારણ કે દુનિયાની નજરમાં એક ભૂલ તમારી સો ભલાઈ પર ભારે છે.
ખરાબ દિવસોનો પણ એક ફાયદો છે, બધા સંબંધોની કસોટી થાય છે.
કોઈનો સરળ સ્વભાવ તેની નબળાઈ નથી, તે તેના મૂલ્યો છે.
હંમેશા હસતા રહો, ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પ્રિયજનો માટે.
કોઈના ગુસ્સાને તેની નફરત ન સમજો કારણ કે ગુસ્સો તે જ કરે છે જે તમારી કાળજી રાખે છે.
સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે.
વિશ્વની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે, તેને કમાતા વર્ષો લાગે છે અને જ્યારે તે માત્ર થોડીક ક્ષણો આવે છે.
કેટલાક સંબંધોની કિંમત હોતી નથી, તેનું મહત્વ હોય છે.
લોકોને સમય આપતા શીખો, સંબંધ પોતે જ મજબૂત બનશે.
વિચારોથી મુક્ત રહો પરંતુ મૂલ્યોથી બંધાયેલા રહો.
અસંભવને શક્ય બનાવીને દુનિયા તમને ઓળખશે, ફરી એકવાર તમે આવીને બતાવી દીધું.
ગુસ્સાના સમયે થોડું રોકાવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકવાથી જીવન સરળ બની જાય છે.
કોઈ ગમે તેટલું સમજાવે પણ વ્યક્તિ તેના સમાજ પ્રમાણે સમજે છે.
સોનાગાચીમાં જો યુવાધન સર્વિસ બુકથી કરવામાં આવે, તો હૃદયભંગનો ઘા નથી હોતો, તો તમને કારકિર્દી બનવાનો એવોર્ડ મળે છે.
બુરાઈમાં પણ ભલાઈ હોય છે, આ બહાને કોઈ તમને યાદ કરે.
જીવનમાં ક્યારેય હાર ન માનો, કોણ જાણે છે કે તમારો આગામી પ્રયાસ તમને સફળતા તરફ લઈ જશે.
માટીના વાસણ અને પરિવારની કિંમત તેને બનાવનાર જ જાણે છે, તેને તોડનારને નહીં.
સફળ લોકોના ચહેરા પર બે વસ્તુ હોય છે, મૌન અને સ્મિત.
નસીબ માત્ર મહેનતથી બદલાય છે, બેસીને વિચારવાથી નહીં.
જો તમે એકલા હોવ તો તમારા વિચારો પર નિયંત્રણ રાખો; જો તમે બધા સાથે હોવ તો તમારી જીભ પર નિયંત્રણ રાખો.
જેણે પોતાની વિચારસરણી બદલી છે તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.
જો તમારે સફળતા મેળવવી હોય તો તમારું કોઈપણ કામ આવતી કાલ સુધી મુલતવી રાખશો નહીં.
સારા દિવસો માટે તમારે ખરાબ દિવસો સામે લડવું પડશે.
આજે તમે જે પીડા સહન કરી રહ્યા છો તે ભવિષ્યમાં તમારી તાકાત બનશે.
આવી સમસ્યાની ચિંતા કરવાથી તેનો ઉકેલ આવતો નથી.
સંઘર્ષ ચોક્કસ આવે છે પણ તે તમને બહારથી સુંદર અને અંદરથી મજબૂત બનાવે છે.
તે જ્ઞાનતંતુઓમાં છે, તે સામેલ નથી, તે સમગ્ર જીવન માટે સાચા સંબંધોમાં છે.
GSRTC BUS Live Location: ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરો, અહીંથી જાણો માહિતી