ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut Portal: ગુજરાત સરકાર તરફથી ખેડૂત આધુનીક ખેતી તરફ વળે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવે તે માટે અનેક સબસીડે યોજનાઓ ચાલે છે. જેમા ખેડૂતોને ખેતી માટે આધુનીક મશીનરી ખરીદવા માટે સબસીડી આપવા માટે તથા વિવિધ બાગયતી પાકોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષમ 2-3 વખત I Khedut Portal ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવે છે. હાલમા ખેડૂત સબસીડી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પર 3 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ કરી શકાશે. જેની વિગતો નીચે મુજબ છે.
ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut પોર્ટલ
હાલમા I Khedut Portal પર નીચે મુજબની વિવિધ યોજનાઓ માટે સબસીડી/સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરી શકાય છે.
- ખેતીવાડી ની યોજનાઓ
- પશુપાલન ની યોજનાઓ
- બાગાયતી ની યોજનાઓ
- મત્સ્ય પાલન ની યોજનાઓ
ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ માટે નીચે મુજબના ઘટકો માટે હાલ ઓનલાઇન અરજીઓ કરી શકાય છે. જેની ટૂંકમા વિગતો નીચે મુજબ છે.
ડ્રોનથી છંટકાવ
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા
- ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
- ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
Apply Now |
તાડપત્રી સહાય યોજના
- અનુસુચિત જનજાતી અને અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
Apply Now |
પમ્પ સેટ્સ ખરીદી સહાય
(૧) ઓઇલ એન્જીન સામાન્ય ખેડૂતો માટે(અ) ૩ થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
(ર) ઇલેકટ્રીક મોટરસામાન્ય ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે(બ) ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તે(3) સબમર્સીબલ પમ્પસેટસામાન્ય ખેડૂતો માટે(અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તે આ યોજના અન્વયે સહાય મળવાપાત્ર છે.
Apply Now |
PVC પાઇપ લાઇન યોજના
ખરીદ કિંમતના ૫૦% અથવા રૂ.૧૫,૦૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી
Apply Now |
ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.
Tractor Subsidy Sahay yojana 2023 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.
Apply Now |
કંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના
ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકારી વિભાગે સ્થાનિક ખેડૂતોને પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સિંગ યોજના રજૂ કરી છે.તા:- 08/12/2020 થી,આ ઠરાવ અમલમાં મૂકવામાં આવ્યો છે.
ખેડૂતોને પાકને જંગલી ડુંક્કર અને હરણ સામે સુરક્ષિત રાખવા માટે સરકારશ્રીએ નવી પહેલ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉ્દેશ્ય આ પ્રાણીઓનાં કારણે ઊભા પાકને થતા નુકસાનને ટાળવાનો છે.
Apply Now |