ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના : ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવતી બેટરી પંપ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, પાવર થ્રેસર સહાય યોજના, વોટર કેરીંગ પાઇપલાઈન યોજના યોજનાની વિગતવાર માહિતી મેળવી. આમની જ એક યોજના છે Kisan Drone Yojana. તો ચાલો જાણીએ કે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના શું છે?, યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા–કયા ડોક્યુમેન્ટ જોઈએ.
ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. સાથે સાથે ખેડૂતના સ્વાસ્થની પણ ચિંતા કરી એના માટે પણ યોજના બનાવે છે. ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ ખેડૂતો જોખમ વગર જંતુનાશક દવાઓ પાક પર છંટકાવ કરી શકે. આ માટે સરકાર એ પ્રતિ એકર કુલ ખર્ચના 90% સુધી સહાય આપે છે. આ માટેની વધુ માહિતી માટે આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | Kisan Drone Yojana |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | ખેતીવાડી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | પ્રતિ એકર કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 500 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 04/09/2023 |
ડ્રોન દવા છંટકાવ યોજનાનો ઉદેશ્ય
ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે ખેડૂત એ ડ્રોન ટેક્નોલૉજીથી અવગત થાય. તેમજ કોય પણ જોખમ વગર દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
રાજ્યના ખેડૂતોને ડ્રોન થી દવા છંટકાવ સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જે પાત્રતા નીચે મુજબ છે.
- અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
- અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂતને આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 1 વર્ષ છે.
ડ્રોન દવા છંટકાવ યોજનામાં મળતો લાભ
અહીં Kisan Drone Yojana હેઠળ મળતી સહાય નીચે મુજબ છે.
- ખેડૂતને ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
- ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો
Kisan Drone Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- આધારકાર્ડની ઝેરોક્ષ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- ખેતીના7-12 અને 8-અજમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- બેંક પાસબુક ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
અરજી કઈ રીતે કરવી?
Kisan Drone Yojana નો લાભ લેવા માટેi-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌપ્રથમ તમારે તમારા Mobile, computer કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
- હવે Google સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.હવે તમારી સામે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે.
- હવે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
- હવે તમારી સામે આઈ ikhedut portalવેબસાઈટનું Home Page ખુલીને આવશે.
- હવે Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક New page ખૂલશે.
- જેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત) વિભાગ જોવા મળશે.
- આ વિભાગમાં ક્રમનંબર 1 પર આવેલી ડ્રોન થી દવા છંટકાવ સહાય પર ક્લિક કરો.
- જેમાં “ડ્રોન થી દવા છંટકાવ સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
- હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
- જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- હવે ફરી તમારી સામે એક New page ઓપન થશે.
- આ પેજમાં તમને એક form જોવા મળશે.
- હવે આ formમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- હવે form ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.
- હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Conform કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિન્ટ કઢાવાની રહેશે.
- આ રીતે તમે Online અરજી કરી શકો છો.
PVC પાઇપ લાઇન યોજના 2023 : યોજના અંતર્ગત પાઇપ લાઇન માટે મળશે રૂપિયા 22,500 ની સહાય
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |