PNB Recruitment 2024: પંજાબ નેશનલ બેંકમાં 1025+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
PNB Recruitment 2024 | Punjab National Bank Recruitment 2024
સંસ્થા | પંજાબ નેશનલ બેંક |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 25 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.pnbindia.in/ |
પોસ્ટનું નામ:
પંજાબ નેશનલ બેંક દ્વારા ક્રેડિટ ઓફિસર, ફોરેક્ષ મેનેજર, સાઈબર સિક્યોરિટી મેનેજર તથા સાઈબર સિક્યોરિટી સિનિયર મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
પંજાબ નેશનલ બેંક દ્વારા ક્રેડિટ ઓફિસરની 1000, ફોરેક્ષ મેનેજરની 15, સાઈબર સિક્યોરિટી મેનેજરની 05 તથા સાઈબર સિક્યોરિટી સિનિયર મેનેજરની 05 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
પોસ્ટનું નામ | પગારધોરણ |
ક્રેડિટ ઓફિસર | રૂપિયા 36,000 થી 63,840 સુધી |
ફોરેક્ષ મેનેજર | રૂપિયા 48,170 થી 69,810 સુધી |
સાઈબર સિક્યોરિટી મેનેજર | રૂપિયા 48,170 થી 69,810 સુધી |
સાઈબર સિક્યોરિટી સિનિયર મેનેજર | રૂપિયા 63,840 થી 78,230 સુધી |
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
PNBની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
વયમર્યાદા:
PNB બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની વયમર્યાદા અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.
પોસ્ટનું નામ | વયમર્યાદા |
ક્રેડિટ ઓફિસર | 21 થી 28 વર્ષ |
ફોરેક્ષ મેનેજર | 25 થી 35 વર્ષ |
સાઈબર સિક્યોરિટી મેનેજર | 25 થી 35 વર્ષ |
સાઈબર સિક્યોરિટી સિનિયર મેનેજર | 27 થી 38 વર્ષ |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
PNB બેંકની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.pnbindia.in છે.
જરૂરી તારીખો:
પંજાબ નેશનલ બેંકની આ ભરતીની નોટિફિકેશન 03 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 07 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |