Ayushman Bharat Yojana:ભારત સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવેલ છે. અટલ પેન્શન યોજના જેવી વીમા યોજનાઓ પણ બનાવેલ છે. આરોગ્યની પણ ઘણી યોજનાઓ બહાર પાડેલી છે. જેમ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે આયુષ્યમાન ભારત જેવી ખૂબ જ પ્રચલિત યોજના બનાવેલ છે.
Short Briefing: Pradhan Mantri Jan Arogya Yojana | આયુષ્માન ભારત યોજના | Ayushman Bharat Yojana 5 lakh Benefit | Ayushman Bharat Yojana Hospital List | Ayushman Bharat Yojana Helpline Number
Ayushman Bharat Yojana
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના |
મંત્રાલય | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર |
યોજનાની શરૂઆત | શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે |
માધ્યમ | ઓનલાઇન |
લાભાર્થી | ભારતના 10 કરોડ પરિવારો કે જે BPL કાર્ડ ધારક છે |
આયુષ્યમાન ભારત યોજના/ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વેબસાઇટ | Click here |
Ayushman Bharat Yojana
ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya – PMJAY) બનાવવામાં આવી છે. આ ‘આરોગ્ય યોજના’ને આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. PMJAY ની શરૂઆત 15 ઓગષ્ટ 2018 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારને લાભ મળશે, જેમાં 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થી પરિવારોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં તદ્દન મફત સારવાર મળશે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના ચલાવવામાં આવે છે
PM-JAY યોજનાનો લાભ કોને મળશે?
Pradhan Mantri Jan Arogya Yojana નો લાભ વર્ષ 2011 ની વસ્તી ગણતરી દરમ્યાન ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા પરિવારોને મળવાપાત્ર થશે. વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મુજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ BPL કાર્ડ ધરાવતા હોય તેમને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે.
આયુષ્માન ભારત યોજના માટે અન્ય પાત્રતા
Ayushman bharat yojana માટે કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જે પરિવારોની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ નાના અને કાચા ઘરમાં રહે છે અને ઘર વિહિન પરિવારો આયુષ્માન ભારત હેઠળ લાભ મળશે. આ ઉપરાંત બધા પ્રકારના શ્રમિકો અને દિવ્યાંગોને કોઈપણ જાતિ કે વર્ગનો હોય તેમને આ યોજનાનો લાભ મળશે. તેમજ BPL કાર્ડ ધારક, અનુસુચિત જાતિ(SC) અને અનુસુચિત જન જાતિ (ST) અને વિચરતી અમે વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા પરિવારોમાં વ્યક્તિઓની સંખ્યા અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
Ayushman Bharat Yojana 2023 લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં, તે ચેક કરો?
આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય, તેના માટે વેબસાઈટ છે. Pradhan Mantri jan arogya yojana website ભારત સરકારની https://mera.pmjay.gov.in/search/login . આ વેબસાઈટ BPL કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અને નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકાશે. Pradhan mantri jan arogya yojana helpline number 14555 અને 1800 111 565 કોલ કરવાથી સરળતારથી માહિતી ઉપલબ્ધ થશે.
આયુષ્માન મિત્ર મદદ કરશે
Pradhan mantri jan arogya yojana gujarat સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં Ayushman Mitra ની નિમણૂંક કરવામાં આવી છે. જે દર્દીનાં દાખલ થવાથી ડિસ્ચાર્જ થવા સુધીની બધી પ્રોસેસમાં મદદ કરશે. આયુષ્યમાન મિત્ર આ ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરે છે.
આયુષ્યમાન ભારત યોજનામાં કઈ-કઈ હોસ્પિટલમાં લાભ મળશે?
Ayushman bharat yojana card સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. The ayushman bharat yojana માં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઈ ચૂક્યું છે. દેશનાં રાજ્યોમાં કોઈપણ ખૂણામાં રહેતો ગરીબ પરિવાર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ક્યા-ક્યા રોગોમાં સારવાર મળશે?
Ayushman Bharat yojana list હેઠળ સમાવેશ કુલ 1350 પ્રકારની સર્જરી અને રોગોમાં સારવાર મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ લાભાર્થીઓને મોટી બિમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે મળશે. મોટા ઓપરેશનમાં મોતિયો, કોર્નિયલ ગ્રાફ્ટિંગ, બાયપાસ સર્જરી, છાતીમાં ફ્રેકચર, યુરોલોજીકલ સર્જરી, સિઝેરીયન, ડિલિવરી, ડાયાલિસિસ, સ્પાઈન, બ્રેઈન ટ્યુમર ઓપરેશન Ayushman bharat yojana 5 lakh સુધીની સારવાર મળશે. તેમજ કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવશે.
યોજનામાં પેપરલેસ-કેશલેસ તમામ વ્યવહારો
આયુષ્માન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો Paperless અને Cashless થશે. આ માટે ભારત સરકારના નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક IT Platform કાર્યરત કરવામાં આવશે. લાભાર્થીને મળતી રકમ Direct Benefit Transfer દ્વારા સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
Ayushman Bharat Yojana Helpline Number
આયુષ્યમાન ભારત યોજના વિશે વધુ માહિતી અને માર્ગદર્શન માટે 14555 અથવા ટોલ ફ્રી નંબર 1800 111 565 પર કોલ કરી શકાશે.
વેબસાઈટ ખોલ્યા બાદ મોબાઈલથી રજીસ્ટ્રેશન કરવું, જેમાં જે મોબાઈલ નંબર આપશો એમાં એક OPT આવશે.
આયુષ્માન ભારત યોજનામાં જેનાથી તમારું નામ શોધવા માંગતા હોય તે પસંદ કરો.
- નામ
- રેશનકાર્ડ નંબર
- મોબાઈન નંબર
યોજનાનો લાભ કેવી રીતે મળશે?
આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટમાં જે B.P.L કાર્ડ ધારકનું નામ યાદીમાં સમાવેશ થયેલો છે તેમને લાભ મળશે. આ લાભાર્થીઓને આયુષ્માન ભારત સાથે જોડાયેલી કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે. લાભાર્થી હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ, રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ State Health Agency દ્વારા તેમજ આયુષ્માન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.
આયુષ્માન હેઠળ માન્યતા ધરાવતી હોસ્પિટલ ચેક કરો?
Pradhan mantri jan arogya yojana hospital list જાહેર કરેલું છે. પરંતુ હોસ્પિટલનું નામ ઓનલાઈન ચેક કરવા વેબસાઈટ બનાવેલ છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ માન્ય હોસ્પિટલ અને સરનામું મેળવવા આ વેબસાઈટ પર ક્લિક કરો
Home Page પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોસ્પિટલ લીસ્ટ ચેક કરવા | અહીં ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે કરી શકાય?
આયુષ્યમાન ભારત યોજના pdf download હોય તો તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાય છે.
Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) અરજી કેવી રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા નજીકના સરકારી દવાખાનેથી પણ રૂબરૂમાં અરજી કરી શકો છો.
આયુષ્માન ભારત યોજનાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?
આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmjay.gov.in છે.