DHS Gandhinagar Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
DHS Gandhinagar Recruitment
પોસ્ટનુ નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | જિલ્લા આરોગ્ય સોસાયટી |
નોકરીનુ સ્થળ | ગાંધીનગર,ગુજરાત |
નોટીફિકેશનની તારીખ | 14 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 14 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | Click here |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, કાઉન્સેલર, સ્ટાફનર્સ, રીહેબીલીટેશન વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે
ખાલી જગ્યા
DHS ગાંધીનગરની આ ભરતીમાં મેડિકલ ઓફિસરની 04, ઓડિયોલોજિસ્ટની 01, કાઉન્સેલરની 02, સ્ટાફનર્સની 07, રીહેબીલીટેશન વર્કરની 04 જગ્યા ખાલી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 60,000 |
ઓડિયોલોજિસ્ટ | રૂપિયા 15,000 |
કાઉન્સેલર | રૂપિયા 12,000 |
સ્ટાફનર્સ | રૂપિયા 13,000 |
રીહેબીલીટેશન વર્કર | રૂપિયા 11,000 |
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રીયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
અરજી ફી
આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
વયમર્યાદા
DHS ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
- નોટિફિકેશન તારીખ:14 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ:14 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ:28 સપ્ટેમ્બર 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |