Bardoli Sugar Factory Recruitment 2023 : એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલીમાં ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Bardoli Sugar Factory Recruitment 2023
સંસ્થાનું નામ | શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | બારડોલી, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 04 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 04 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 13 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://bardolisugar.com/ |
પોસ્ટનું નામ:
- ટર્નર
- વાયરમેન
- ફીટર
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ
- ઈલેક્ટ્રીશિયન
- કમ્પ્યુટર
- વેલ્ડરની એપ્રેન્ટિસ
કુલ ખાલી જગ્યા:
- ટર્નર: 03
- વાયરમેન: 07
- ફીટર: 10
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ: 01
- ઈલેક્ટ્રીશિયન: 06
- કમ્પ્યુટર: 03
- વેલ્ડર: 03
લાયકાત:
તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.
પગારધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બારડોલી ડુંગર ફેક્ટરી ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 6000 થી 8000 ચુકવવામાં આવી શકે છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો મેરીટ અથવા લેખિત પરીક્ષા ના આધારે પણ ભરતી કરી શકે છે. વધુ માહિતી માટે એક વખત સંસ્થાનો સંપર્ક અવશ્ય કરી લેવો.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- ધોરણ – 10 ની માર્કશીટ
- આઈટીઆઈની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. ત્યારબાદ તારીખ 04 મે 2023 થી 13 મે સુધીમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન, બારડોલી – 394601, જિલ્લો – સુરત ખાતે પોસ્ટ દ્વારા ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 04 મે 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 મે 2023