Agriculture Implement Subsidies Yojana: ખેડૂતો માટે ખેતીવાડીનાં સાધનો ખરીદવા માટે સહાય યોજના,જાણો સંપૂર્ણ માહીતી

Agriculture Implement Subsidies Yojana: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ધણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ગુજરાતમાં I khedut Portal પર ખેડૂતના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે.શું તમે ખેતીવાડીનાં સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ખેડુત સાધનો સહાય યોજના વિષે પૂરી જાણકારી બતવાવામાં આવી છે.તો અંત સુધી વાચવાં વિનતી.

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના વિગત

યોજનાનું નામખેતીવાડી સાધનો માટે સહાય યોજના
વિભાગનું નામબાગાયતી વિભાગ
યોજનાનો ઉદ્દેશખેડૂતને ખેતીવાડીના સાધનો જેવાકે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
ક્યાં લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
અરજી કરવાનું માધ્યમઑનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/5/2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંક@ ikhedut.gujarat.gov.in

મળવાપાત્ર લાભો:

અનુસૂચિત જાતિના ખેડૂતો માટે: અનુસૂચિત જાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ.0.30 લાખના ખર્ચેના 50% મુજબ રૂ.0.15 લાખ સહાય મળવા પાત્ર

અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે: અનુસૂચિત જનજાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે.

IDBI Bank Recruitment 2023: આઈડીબીઆઈ બેંકમાં 1000+ જગ્યાઓ પર ભરતી

સામાન્ય જાતિના ખેડૂતો માટે: પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 40% મુજબ રૂ. 0.12 લાખ સહાય મળવા પાત્ર છે. નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે

Vajpayee bankable yojana form pdf Gujarati | વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ખેડૂતની 7/12 અને ૮-અ ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગત
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

આ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-88 વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો પર ક્લિક કરવું.
  • જેમાં વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનોમાટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે

અરજી કરવકરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

આ યોજનાના વિભાગનું નામ શું છે?

આ યોજનાના વિભાગનું નામ બાગાયતી વિભાગ છે.

આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.

Leave a Comment