Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો

Manav Kalyan Yojana 2023: નવી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Manav Kalyan Yojana 2023

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
નાણાંકીય સહાયતા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
વેબસાઈટe-kutir.gujarat.gov.in
હેઠળગુજરાત રાજ્ય સરકાર
ઊંમર મર્યાદા૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

માનવ કલ્યાણ યોજના 2023

આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

યોજનાની પાત્રતા

  • ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ નંટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦બ્યુટી પાર્લર
૧૧ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧રખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩સુથારી કામ
૧૪ધોબી કામ
૧પસાવરણી સુપડા બનાવનાર
૧૬દુધ-દહીં વેચનાર
૧૭માછલી વેચનાર
૧૮પાપડ બનાવટ
૧૯અથાણાં બનાવટ
ર૦ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧પંચર કીટ
૨૨ફલોરમીલ
૨૩મસાલા મીલ
૨૪રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫મોબાઇલ રીપેરીંગ
૨૬પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું
આ પોસ્ટ પણ વાંચો:   Why Is My Dog Breathing Fast?

માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી

Manav Kalyan Yojana 2023 માટે અરજી કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો

  • Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
  • Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
  • Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 & 12 Result 2024: ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર, અહીં જુઓ પરિણામ

નોધ: દરેક યોજના અને ભરતી ની માહિતી સૌ પહેલા મેળવવા માટે ઘંટી ( Bell icon) ના પર ક્લિક કરી Allow પર ક્લિક કરો અને વ્હોટ્સપ ગ્રુપ મા જોડાઇ જાઓ.

અરજી કરવા માટે જરૂરી લિંક:

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશનઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online)અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬અહીં ક્લિક કરો

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Manav Kalyan Yojana 2023 છેલ્લી તારીખ કઈ છે?

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારે 15/05/2022 સુધીમાં ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે

માનવ કલ્યાણ યોજનાનો 2023 હેતુ શું છે?

માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય આદિજાતિ બાબતોના મંત્રાલયની મદદથી ચીનમાં નિરાધાર મજૂરો અને નાના કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

માનવ કલ્યાણ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે?

માનવ કલ્યાણ યોજના માટે પાત્ર બનવા માટે, તમે ગુજરાતના રહેવાસી હોવ, 16 થી 60 વર્ષની વચ્ચે હોવ અને ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધરાવતું હોવ. તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

Leave a Comment