Digital Gujarat Scholarship 2023-24: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું શરૂ

Digital Gujarat Scholarship 2023-24:ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023-24 યોજના શરુ કરવામા આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામા આવી છે. દરેક વિધ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા આ વેબસાઈટ પર @https://www.digitalgujarat.gov.in/ ફોર્મ ભરવાના રહેશે.

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી

Digital Gujarat Scholarship 2023-24

યોજનાનું નામડિજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
લાભનાણાકીય લાભ
યોજનાનો લાભSC/ST/OBC
દ્વારા જાહેરાતરાજ્ય સરકાર
ફોર્મ ભરવાની રીતઓનલાઇન
છેલ્લી તારીખ05/11/2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકClick here

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કોણ ફોર્મ ભરી શકે?

  • ધો-10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થીઓ. જેવા કે; ધો-11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ. કોલેજ કરતાં વિદ્યાર્થીઓ,ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે.
  • રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ.
આ પોસ્ટ પણ વાંચો:   SBI E-Mudra Loan Apply Online 2023:SBI ઇ-મુદ્રા લોન 2023, ધંધા માટે મળશે તમને 50 હજાર થી લઈને 10 લાખ સુધીની લોન

ડિજીટલ ગુજરાત શિષ્યવૃત્તિની મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ : 22/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2023

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  1. ફોટો
  2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  3. ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
  4. ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
  6. આવકનો દાખલો
  7. આધાર કાર્ડ
  8. બેન્ક પાસબુક
  9. ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
  10. LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  11. બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  12. શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  13. હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  14. બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
આ પોસ્ટ પણ વાંચો:   Pandit Din Dayal Aavas Yojana Gujarat 2024 Eligibility Criteria, Application Status, Apply Online @esamajkalyan.gujarat.gov.in

હેલ્પલાઈન નંબર

  • 18002335500

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ કેવી રીતે ભરવુ?

  • સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ત્યાં તમારા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી તમારે Services ઉપર ક્લિક કરીને Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • પછી, Request A New Service અથવા Renew પર ક્લિક કરો
  • તે કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • Registration Details પેજ ખુલશે તેમાં સાચી વિગતો ભરીને Save And Next બટન પર ક્લિક કરો.
  • પછી, Bank Details, Academic Details, Disability Details અને Attachment માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save Draft કરો.
  • હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.
  • ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ફોર્મ સબમીટ થઈ જશે.
  • હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   Pandit Din Dayal Aavas Yojana Gujarat 2024 Eligibility Criteria, Application Status, Apply Online @esamajkalyan.gujarat.gov.in

નોંધ

  • જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી).
  • ડિજિટલ ગુજરાત માં સ્કોલરશીપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો હોય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલા ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ (કાચી પ્રિન્ટ) કરાવવી ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જો ફાઇનલ સબમિટ ન કરાવેલ હોય તો ફરજિયાત પણે ફાઇનલ સબમિટ કરાવવું.

રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી લીંક

રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
લોગીન કરવા માટેઅહીં ક્લિક કરો
SC વિદ્યાર્થીઓ માટે સૂચનાઅહીં ક્લિક કરો

Leave a Comment