Emergency Alert! શું તમારા મોબાઇલમાં પણ આવ્યો છે આવો મેસેજ? તો પહેલા જાણી લો તેનો અર્થ

ભારત સરકાર દ્વારા અનેક સ્માર્ટફોન પર એક ટેક્સ્ટ મેસેજ મોકલી Emergency Alert System નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ મેસેજને લઈને ઘણા લોકો ચિંતામાં પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે એક સ્માર્ટફોન યુઝર્સ છો તો થોડા સમય પહેલા તમને એક સ્ક્રીન મેસેજ આવ્યો હોય શકે છે. આ મેસેજ બીપ અવાજ સાથે સ્ક્રીન પર દેખાયો હશે. આ મેસેજ ઇમર્જન્સી વોર્નિંગ માટે ટેસ્ટિંગ હોવાનું સામે આવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

ભારત સરકાર દ્વારા અનેક સ્માર્ટફોન પર મોકલવામાં આવેલ Emergency Alert System નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

સરકારે આ મેસેજનું ટેસ્ટિંગ કેમ કર્યું?

ભારત સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ મેસેજનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ પ્રયોગથી સરકાર સુરક્ષાને વધારવાનો પ્રયાસ કરી રહી છે. ઇમર્જન્સીની સ્થિતિમાં આ મેસેજથી એલર્ટ કરાશે. ભારત સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે મળીને કામ કરી રહી છે. જો તમને હાલમાં જ આ મેસેજ આવ્યો છે તો તમારે હાલ ચિંતા કરવાની જરૂર નથી. સુનામી, ભૂકંપ અને પૂર જેવી સ્થિતિમાં સરકાર તમને આ પ્રકારે મેસેજ કરીને અગાઉથી જ ચેતવણી આપશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Board Class 10th and 12th Result 2024: આ તારીખે ધોરણ 10 અને 12 માં નું પરિણામ જાહેર થઈ જશે, જાણો વધુ માહિતી

Emergency Alert

મેસેજમાં શું લખ્યું હતું?

ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા આ મેસેજ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના માધ્યમથી મોકલવામાં આવ્યો છે. આ સેમ્પલ પરીક્ષણ સંદેશ હોવાથી તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. કે તમારે એલર્ટ થવાની જરૂર નથી. આ સંદેશ ટેસ્ટ પેન-ઇન્ડિયા ઇમર્જન્સી એલર્ટ સિસ્ટમ દ્વારા કાર્યન્વીત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધ પ્રાધીકરણનો ઉદેશ્ય સાર્વજનિક સુરક્ષા વધારવા અને ઇમર્જન્સી સ્થિતિ સમયે એલર્ટ કરવા માટે છે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment