તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સીમકાર્ડ નથી વપરાતા ને? આ રીતે ચેક કરો

તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યો છે. ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણાં માટે ખૂબ જ મહત્વનું છે. ધણી વખત આપણી જાણ બહાર આપણાં નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે. અને આપણને જરાય જણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહીતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો. સિમકાર્ડ ચેક કરવાની લીંક

તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સીમ વાપરે છે? આજે જ ચેક કરો

તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે ઑનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
  • અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો.
  • હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે.
  • જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો.
  • આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’.
  • હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો
  • હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.
આ પોસ્ટ પણ વાંચો:   Why Is My Dog Breathing Fast?

આ રીતે તમારા નામ પર ઇસ્યુ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.

ટેલિકોમ વિભાગે TAFCOP ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે..

આ પોસ્ટ પણ વાંચો:   Download Task Mate (Early Access) Android Application Free: ટાસ્ક મેટ એન્ડ્રોઇડ એપ્લિકેશન

એક ID પર કેટલા સિમકાર્ડ લઈ શકાય છે ?

નિયમો અનુસાર, એક આઈડી પર 9 સિમ એક્ટિવેટ કરી શકાય છે, પરંતુ જમ્મુ-કાશ્મીર, આસામ સહિત નોર્થ-ઈસ્ટ રાજ્યના આઈડી પર માત્ર 6 સિમ એક્ટિવેટ કરી શકો છો.

જરૂરી લીંક

સિમકાર્ડ ચેક કરવાની લીંક અહીં ક્લિક કરો

Leave a Comment