RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત પ્રવેશ શરૂ, ઓનલાઈન ફોર્મ શરૂ

RTE Gujarat Admission 2023: ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નિયમો મુજબ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

RTE Gujarat Admission 2023

પોસ્ટ ટાઈટલRTE Gujarat Admission 2023-24
પોસ્ટ નામRTE ગુજરાત પ્રવેશ 2023-24
વિભાગશિક્ષણ વિભાગ ગુજરાત
ફોર્મ શરૂ તારીખ10-04-2023
ફોર્મ છેલ્લી તારીખ22-04-2023
સત્તાવાર વેબ સાઈટhttps://rte.orpgujarat.com
ફોર્મ પ્રકારઓનલાઈન

RTE Online Admission 2023

RTE એડમીશન ની પ્રક્રિયા દર વર્ષે શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા શરુ કરવામા આવે છે. જેમાં જુન મહિનામા ખુલતા વેકેશન સુધીમા વિદ્યાર્થીને એડમીશન આપી દેવામા આવે છે. ચાલુ વર્ષે હજુ RTE Admission 2023 Date જાહેર કરવામા આવી છે. RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.

RTE ગુજરાત પ્રવેશ 2023

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

આ પોસ્ટ પણ વાંચો:   E Olakh | Download Birth | Death Certificate Online Gujarat

અગ્રતાક્રમ ધરાવતા બાળકોને પ્રવેશ

RTE પ્રવેશ માટે અગ્રતાક્રમ આ મુજબ છે. 1) અનાથ બાળક, 2) સંભાળ અને સંરક્ષકની જરૂરિયાતવાળુ બાળક, 3) બાલગૃહના બાળકો, 4) બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો, 5) મંદબુદ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા ૨૦૧૬ની કલમ ૩૪ (૧)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળક, 6) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેવા બાળકો, 7) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી / અર્ધલશ્કરી / પોલીસદળના જવાનના બાળકો, 8) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, 9) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 10) 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો, 11) અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો, 12) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે, 13) જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો.

આ પોસ્ટ પણ વાંચો:   How To Get Bank Of Baroda Personal Loan: बैंक ऑफ बड़ौदा से लोन कैसे लें

નોંધ: અગ્રતાક્રમ 8), 9), 11), 12) અને 13)મા આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 1,20,000/- અને શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000/-ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાળીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે.

RTE Gujarat Admission 2023 ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજ

 1. રહેઠાણનો પુરાવો
 2. વાલીનું જાતીનું પ્રમાણપત્ર
 3. જન્મનું પ્રમાણપત્ર
 4. ફોટોગ્રાફ
 5. વાલીની આવકનું પ્રમાણપત્ર
 6. બીપીએલ
 7. વિચરતી જાતિઓ અને વિમુક્ત જનજાતિઓ : મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
 8. અનાથ બાળક : જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
 9. સંભાળ અને સંરક્ષકની જરૂરિયાતવાળું બાળક : જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
 10. બાળગૃહના બાળકો : જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
 11. બાળમજૂર / સ્થળાંતરીતમજુરના બાળકો : જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
 12. સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો : સિવિલ સર્જન પ્રમાણપત્ર
 13. ખાસ જરૂરિયાતવાળા બાળકો (દિવ્યાંગ) : સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
 14. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો : સિવિલ સર્જન પ્રમાણપત્ર
 15. શહીદ થયેલ જવાનના બાળકો : સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
 16. સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે : ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
 17. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો : સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
 18. બાળકનું આધારકાર્ડ
 19. વાલીનું આધારકાર્ડ
 20. બેંકની વિગતો
 21. સેલ્ફ ડિક્લેરેશન
આ પોસ્ટ પણ વાંચો:   Google Pay Business Loan 2024: ગૂગલ પે તરફથી માત્ર ₹111ના હપ્તામાં ₹15000ની લોન,આ રીતે અરજી કરો

નોંધ : RTE Gujarat Admission 2023 ફોર્મ ભરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર જઈને આપેલ તમામ સૂચનો અવશ્ય વાંચો.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

વાલીઓ માટે ખાસ સુચનાઅહીં ક્લિક કરો
ડોક્યુમેન્ટ લિસ્ટઅહીં ક્લિક કરો

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

RTE Gujarat Admission 2023 ફોર્મ ક્યારે શરૂ થશે?

ફોર્મ ભરવાના શરૂ : 10-04-2023

RTE Gujarat Admission 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 22-04-2023

Leave a Comment