Talati Call Letter 2023: તલાટી કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરો

Talati Call Letter 2023: તલાટી કોલ લેટર 2023: ઓજસ કોલ લેટર ડાઉનલોડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી ની ભરતી માટેની પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાનારી છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે મંડળ તરફથી ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. ચાલો જાણીએ Talati Call Letter 2023 ક્યારથી ડાઉનલોડ થશે અને કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે.

Talati Call Letter 2023

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાતલાટી મંત્રી
આર્ટીકલ પ્રકારપરીક્ષા કોલ લેટર
OJAS કોલ લેટર
તલાટી પરીક્ષા તારીખ7 મે 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ27-4-2023 થી
  • જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષાની તારીખ: તા.7-5-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક
આ પોસ્ટ પણ વાંચો:   why is my dog breathing so fast while sleeping

તલાટી પરીક્ષા ક્નફર્મેશન

તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ હતુ તેવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગે છે તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન ઓનલાઇન માંગવામા આવેલ હતુ. ઓજસ વેબસાઇટ પર આવા 8,65,000 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન આપેલ છે. આ કનફર્મેશન આપેલા ઉમેદવારો જ તલાટી કોલ લેટર ડાઉનલોડ કરી શકસે અને તલાટી પરીક્ષા આપી શકસે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

Talati Exam Hall Ticket 2023

તલાટી પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.૨૭-૦૪-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
  • તા.૭-૦૫-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી

તલાટી પરીક્ષા હોલ ટીકીટ સૂચનાઓ

ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

જે ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપ્યુ હતુ એવા ઉમેદવારો જ તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકસે.

આ પોસ્ટ પણ વાંચો:   How To Get Bank Of Baroda Personal Loan: बैंक ऑफ बड़ौदा से लोन कैसे लें

ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા. સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

તલાટી પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા?

  • સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
  • તલાટી કોલ લેટરનો વિકલ્પ પર ક્લિક કરો.
  • એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો.
  • તમારો કોલ લેટર pdf ફાઈલ માં ઓપન થશે.
  • કોલ લેટર ડાઉનલોડ કરી લો.

તલાટી પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશનઅહિ ક્લીક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકઅહિ ક્લીક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરઅહિ ક્લીક કરો

Leave a Comment