ગુજરાત પોલીસ વિભાગમાં થશે 7 હજાર યુવાનોની ભરતી, સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ

કમ્પેરેટીવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર 7 હજાર જગ્યાએ પર ભરતી કરવા જઈ રહી છે. પાપ્ત વિગતો મુજબ પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યા પર ભરતી કરાશે. તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં માહિતી આપી છે. પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યા ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યુ છે.

પોલીસને લગતી બાબતોને લઈ SCના આદેશ અનુસાર સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે કે, રેલી, સરઘસ અને સભા માટે પણ દિશાનિર્દેશો જાહેર કરાયા છે. અરજદારની માગ પર હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામુ પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે 21 ઓગસ્ટના હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Constable Syllabus 2024, Exam Pattern, Online Form

પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો HCમાં પહોંચ્યો હતો. આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર 9 માર્ચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ વિભાગની ખાલી જગ્યાઓને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા હતા.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 And 12 Result Declared Date 2024 : ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

જેના પર સરકારે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યાવાહી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.

રાજ્ય સરકારના આદેશ બાદ હાઈકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કર્યું.

Leave a Comment