Aadhar Card Update Jast 5 Minutes :આધાર કાર્ડમાં સુધારો કરો: હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો. આ 5 સુધારા તમે મોબાઈલ દ્વારા ઘરબેઠા કરી શકશો.
Aadhar Card Update
પોસ્ટ નામ | આધાર કાર્ડ સુધારો |
કેટલો સુધારો થશે | 5 સુધારા થશે |
ઉપયોગ | પ્રૂફ તરીકે માન્ય |
પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબ સાઈટ | https://uidai.gov.in https://myaadhaar.uidai.gov.in/ |
ફક્ત 5 મિનિટમાં આધાર કાર્ડમાં સુધારો કરો
હાલનો સમય એટલે દોડધામનો સમય, Aadhar Card Update લોકો કામમાં હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા n પણ હોય એટલે હાલ આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઇ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. ચાલો તો આપડે વિગત વાર બધી માહિતી જોઈએ.
હવે આધાર કારમાં સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો. (Aadhar Card Update)
આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો
- હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.
આધાર કાર્ડમાં ઓનલાઇન નામ સુધારો
- જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગી હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.
આધાર કાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો
- આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા.
આધાર કાર્ડમાં ઓનલાઈન જાતિ સુધારો
- આધાર કાર્ડ તમારી જાતિમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. જેમ કે પુરુષ / સ્ત્રી / અન્ય
આધાર કાર્ડમાં ઓનલાઈન ભાષા સુધારો
- આધાર કાર્ડમાં ભાષા સુધારો.
આધારકાર્ડ સુધારવા વધારા કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે (Aadhar Card Update at home)
- પાસપોર્ટ
- રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
- પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
- કિસાન પાસબુક
- રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
- વિકલાંગતા ID કાર્ડ
- વીજ બિલ
- પાણી બિલ
- ટેલીફોન લેન્ડલાઈનબિલ
- પ્રોપર્ટી ટેક્સ રસીદ
- વીમા પોલીસી
- અન્ય પ્રૂફ
આધારકાર્ડ જન્મ તારીખ સુધારવા માટે
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- પાનકાર્ડ
- કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
- DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
આધારકાર્ડ સુધારા માટે ફી, Aadhar Card Update Fees
આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.
આધાર કાર્ડ સુધારો ઘરબેઠા ઓનલાઈન કઈ રીતે કરશો? (સ્ટેપ પ્રમાણે માહિતી)
Step-1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
Step-2: Login મેનુ બટન પર ક્લિક કરો.
Step-3: આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
Step-4: Send OTP બટન પર ક્લિક કરો.
Step-5: આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
Step-6: 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
Step-7: હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
Step-8: હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
Step-9: તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
Step-10: ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
Step-11: તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
Step-12: પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
Step-13: હવે ફોર્મ સબમિટ કરી દો.
ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા માં ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp પર
- RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત પ્રવેશ શરૂ, ઓનલાઈન ફોર્મ શરૂ
- GSRTC BUS Live Location: ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરો, અહીંથી જાણો માહિતી
- Gujarat BPL List 2023 PDF: ગુજરાતનું BPL લિસ્ટ 2023નું જુઓ
આધાર કાર્ડ માં સુધારા કરવા માટે ઉપયોગી લીંક
આધાર કાર્ડ સુધારો ઘરબેઠા | અહીં ક્લિક કરો |