GSRTC Pass Online:એસ.ટી.કન્સેસન પાસ: એસ.ટી.સ્ટુડન્ટ પાસ: ગુજરાત એસ.ટી પરિવહનમ અખુબ જ મોટું નેટવર્ક ધરાવે છે. ગુજરાત એસ.ટી માં પણ હવે એ.સી. વાળી બસ,વોલ્વો બસ,સ્લીપર બસ,જેવી સારી બસની સુવિધા વ્યાજબી ભાવમાં આપવામાં આવે છે.GSRTC તેના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે.હવેથી આ બન્ને પ્રકારના પાસ pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન કઢાવી શકશો આ મુસાફરી પાસ ઑનલાઇન કઢાવવા માટે કેમ ફોર્મ તેની માહિતી જોઈશું.
અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજના, માનવ કલ્યાણ યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના, તાર ફેનસિંગ વાડ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, બાલ સખા યોજના, ટ્રેક્ટર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, તબેલા લોન સહાય યોજના, પ્રધાનમંત્રી વાણી યોજના, બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના, સ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાય, Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજના, ગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે GSRTC Pass Onlineની સંપૂર્ણ માહિતી મેળવીશું.
GSRTC Pass Online
યોજનાનું નામ | GSRTC મુસાફરી પાસ ઑનલાઇન |
લાભાર્થી | વિદ્યાર્થીઓ અને મુસાફરો |
વિભાગનું નામ | ગુજરાત એસ.ટી.GSRTC |
સુવિધા | કન્સેસન પાસ ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | pass.gsrtc.in |
વિદ્યાર્થી મુસાફરી પાસ
- વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌપ્રથમ ઓફિશ્યીલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો
- આ વેબસાઈટમાં આપેલ પ્રથમ ઓપ્શન Student Pass System પર ક્લિક કરો
- ત્યારે તમને 3 ઓપ્શન જોવા મળશે.(1)Student 1 to 12 (2)ITI (3)Other
- તેમાંથી તમને લાગુ પડતું ઓપ્શન પસંદ કરો
- ત્યારબાદ તમારી સામે પાસનુ આખું ફોર્મ ખુલી જશે. તેમાં તમારી મંગાવામાં આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમિટ કરો
- તમારા મુસાફરી પાસની પ્રિન્ટ કાઢી લો.
GSRTC પાસ ફોર્મ
- વિદ્યાર્થી મુસાફરી પાસ:આ પાસ રાજ્યના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામાં આવે છે
- કન્સેસન પાસ: આ પાસ એસ.ટી નાં કાયમી મુસાફરો માટે છે.આ પાસ એવા મુસાફરો ને આપવામાં આવે છે.જે નિયમિત એસ.ટી માં મુસાફરી કરે છે.જેમાં તેમને ઓછા ભાવમા અખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામાં આવે છે
પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના એસ.ટી. બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે GSRTC દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તેની માહિતી જોઇએ.
પેસેન્જર પાસ એપ્લિકેશન ફોર્મ
એસ.ટી માં નિયમિત મુસાફરી કરતા લોકો માટે હવે પાસ કઢાવવા માટે એસ.ટી.ડેપોએ રૂબરૂ નહી જવું પડે pass.gsrtc.in વેબસાઇટ પરતેહે જ ઑનલાઇન પાસ કઢાવી શકશે. આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ
- કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌપ્રથમ ઓફિશ્યલ વેબસાઈટ pass.gsrtc.in ઓપન કરો
- ત્યારબાદ તેમાં તમારું નવું રજીસ્ટ્રેશન કરો
- માગવામાં આવેલી જરૂરી વિગતો સબમિટ કરો
- દર મહીને નવી વિગતો નહી નાખવી પડે. તમારા આઈ.ડી.નબર પરથી પાસ રીન્યુ થઈ શકશે
મહત્વપૂર્ણ લીંક
મુસાફરી પાસ ઓનલાઇન માટે વેબસાઇટ | અહીં ક્લિક કરો |
FAQs: લગતા પ્રશ્નો અને જવાબો
આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને મુસાફરો લઈ શકે છે.
આ યોજનામાં કઈ સુવિધા મળે છે?
આ યોજનામાં કન્સેસન પાસ ઓનલાઇન મેળવવાની સુવિધા મળે છે.
મુસાફરી પાસ ઑનલાઇન મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?
મુસાફરી પાસ ઑનલાઇન મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ pass.gsrtc.in છે