IND Vs PAK: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ, મોબાઈલમાં આ રીતે જોઈ શકશે મેચ

લાંબા સમય બાદ ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સાથે વનડે ક્રિકેટ રમશે. આવી સ્થિતિમાં આગામી વનડે વર્લ્ડકપ પહેલા તમામ ખેલાડીઓની પરીક્ષા કરવાની પણ આ એક સારી તક હશે

IND vs PAK Asia Cup 2023 Live Streaming: આજથી ફરી એકવાર ક્રિકેટ ફેન્સનો ક્રિકેટનો ડબલ ડૉઝ મળવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની મેગા મેચ આજે એટલે કે, 10જી સપ્ટેમ્બરે શ્રીલંકાના R. Premadasa International Cricket Stadium, Colombo સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો ગ્રુપ-એનો ભાગ છે.ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સાથે રમ્યું હતું અને તેમાં ભારતને 266 રનનો લક્ષ પાકિસ્તાન સામે રાખ્યો હતો પરતું ત્યાં વરસાદી વાતાવરણ હોવાના કારણે ભારત પાકિસ્તાનની મેચ પાણી ફરી વળ્યુ હતું.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

લાંબા સમય બાદ ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સાથે વનડે ક્રિકેટ રમશે. આવી સ્થિતિમાં આગામી વનડે વર્લ્ડકપ પહેલા તમામ ખેલાડીઓની પરીક્ષા કરવાની પણ આ એક સારી તક હશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ ?

એશિયા કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ R. Premadasa International Cricket Stadium, Colombo શ્રીલંકાના સ્ટેડિયમમાં રમાશે.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 & 12 Result 2024: ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર, અહીં જુઓ પરિણામ

ભારત-પાક મેચ કેટલા વાગ્યે શરૂ થશે ?

ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટૉસ બપોરે 2.30 કલાકે થશે.

તમે મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર કરવામાં આવશે. જેને યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Board Class 10th and 12th Result 2024: આ તારીખે ધોરણ 10 અને 12 માં નું પરિણામ જાહેર થઈ જશે, જાણો વધુ માહિતી

અહીં જુઓ આ મેચ માટે ભારત-પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાની ટીમ – ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.  

મોબાઈલ પર લાઈવ જોવા માટેઅહીં ક્લિક કરો
Home Page પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment